અમેરિકામાં ટ્રમ્પના ટેરિફ રાજ સામે કંપનીઓની લડાઈ: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સસ્પેન્સ યથાવત.

અમેરિકામાં ટ્રમ્પના ટેરિફ રાજ સામે કંપનીઓની લડાઈ: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સસ્પેન્સ યથાવત.

“નમસ્કાર. શું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ ગેરકાયદેસર છે? આ સવાલનો જવાબ 9 જાન્યુઆરીએ મળવાનો હતો, જ્યારે 1000 જેટલી કંપનીઓ દ્વારા કરાયેલા કેસ પર અમેરિકન સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાની શક્યતા હતી. પરંતુ શું ખરેખર ચુકાદો આવ્યો? અને હવે આગળ શું થશે? જુઓ માધ્યમનો આ ખાસ અહેવાલ.”

ગત શુક્રવાર, એટલે કે 9 જાન્યુઆરી પર આખી દુનિયાના વેપાર જગતની નજર હતી. અમેરિકાની 1000થી વધુ નાની-મોટી કંપનીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આકરા ‘ટેરિફ’ એટલે કે આયાત ડ્યુટી વિરુદ્ધ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. અટકળો હતી કે સુપ્રીમ કોર્ટ આ દિવસે ઐતિહાસિક ચુકાદો આપશે. પરંતુ, શુક્રવાર પૂરો થયો અને કોર્ટે આ મુદ્દે સંપૂર્ણ મૌન સેવ્યું હતું.

વાત જાણે એમ છે કે, ટ્રમ્પે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) નો ઉપયોગ કરીને વિદેશી આયાત પર ટેરિફ વધારી દીધા હતા. કંપનીઓની દલીલ છે કે કોંગ્રેસની મંજૂરી વગર રાષ્ટ્રપતિ આ રીતે મનસ્વી ટેરિફ લાદી શકે નહીં. જો કોર્ટ કંપનીઓની તરફેણમાં ચુકાદો આપે, તો ટ્રમ્પ વહીવટી તંત્રને મોટો ઝટકો લાગે તેમ છે.

આ માત્ર કાયદાકીય લડાઈ નથી, પણ અબજો ડોલરનો ખેલ છે. જો ટ્રમ્પ હારે છે, તો સરકારે ઉઘરાવેલા ટેરિફના અબજો ડોલર કંપનીઓને વ્યાજ સહિત પાછા (Refund) આપવા પડશે. બીજી તરફ, જો ટ્રમ્પ જીતે છે, તો મોંઘવારી વધવાનો ડર અને વેપારીઓમાં અનિશ્ચિતતા વધુ ઘેરી બનશે. 9 જાન્યુઆરીએ ચુકાદો ન આવતા હવે બજારમાં સસ્પેન્સ વધી ગયું છે.

હવે સૌની નજર આવનારા સપ્તાહ પર છે. કાયદાકીય નિષ્ણાતો માને છે કે હવે પછીનો ચુકાદો 14 જાન્યુઆરીની આસપાસ આવી શકે છે. ત્યાં સુધી અમેરિકન બજાર અને આયાતકારોનો જીવ તાળવે ચોંટેલો રહેશે. શું ટ્રમ્પની જીત થશે કે કંપનીઓને મળશે રાહત? તે જોવું રહ્યું.
“આ કેસ માત્ર અમેરિકા માટે જ નહીં, પણ ભારત સહિતના નિકાસ કરતા દેશો માટે પણ મહત્વનો છે

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *