ઓપરેશન સિંદૂર: પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓ સામે ભારતની ચાર સ્તરની ‘લોખંડ જેવી’ સુરક્ષા પદ્ધતિ— IACCS દ્વારા દુશ્મનનો ખાતમો! ભારતદેશમાં વસતા દરેક નાગરિકના રક્તમાં દેશભક્તિ દોડે છે. જ્યારે દેશ પર આંચ આવે ત્યારે માત્ર સૈનિકો જ નહીં, પણ સમગ્ર જનતાનું લોહી ઉકળે ઊઠે છે. હાલમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પહેલગામ ખાતે જે નરસંહાર કરવામાં આવ્યો એ ભારતના રાષ્ટ્ર સન્માન માટે એક પડકાર હતો. ભારતે ભલે ૧૪ દિવસ પછી પણ જડબાતોડ જવાબ આપ્યો. ૬ જેટલા આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલથી હુમલો કરી ૧૦૦ કરતા વધુ આતંકવાદીઓનો ખાત્મો કર્યો.
પરિણામે પાકિસ્તાન તરફથી સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કરવામાં આવ્યા. પરંતુ ભારતની ખમમેર સુરક્ષા વ્યવસ્થાએ આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા. આ શક્ય બન્યું ભારત દ્વારા વિકસાવવામાં આવેલી ‘ઇન્ટિગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ’ (IACCS) ની વ્યવસ્થા અને ચાર સ્તરના મજબૂત સુરક્ષા કવચ દ્વારા.

IACCS – ભારતનું હવાઈ સુરક્ષા નેટવર્ક
ભારતનું IACCS એ એક આધુનિક અને વિશાળ નેટવર્ક છે જે દેશના આખા હવાઈ વિસ્તારમાં નજર રાખે છે. આ નેટવર્ક દુશ્મનના હુમલાનો પહેલેથી અંદાજ લગાવે છે, કયા પ્રકારના હથિયારોથી હુમલો થયો છે તે જાણી શકાય છે અને હુમલાને હવામાં જ નષ્ટ કરી દેવામાં મદદરૂપ બને છે.
ભારતનું ચતુર્થ સ્તરીય સુરક્ષા કવચ – અખંડ રક્ષણ
હમણાં ભારતમાં વિકસાવાયેલ ચાર સ્તરીય હવાઈ સુરક્ષા કવચ દુશ્મનના દરેક હુમલાને ઝડપી ઓળખે છે અને તેનું જવાબદાર નિવારણ કરે છે.
1. લૉંગ રેન્જ ઇન્ટરસેપ્શન – પ્રથમ લેયર
આ કવચ ભારતના DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેમાં મુખ્યત્વે પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ (PAD) અને એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ (AAD) નો સમાવેશ થાય છે. આ મિસાઈલ સિસ્ટમો દુશ્મનના લાંબા અંતરના બેલિસ્ટિક મિસાઈલ્સને હવામાં જ નિશાન બનાવી દે છે.
2. ઇન્ટરમિડીયેટ રેન્જ ઇન્ટરસેપ્શન – બીજું લેયર
આ સ્તરમાં ભારત પાસે રશિયન મૂળની અદ્યતન S-400 ટ્રાયમ્ફ સિસ્ટમ છે જે સૌથી શક્તિશાળી હવાઈ રક્ષા મિસાઈલ છે. સાથે બરાક-8 મિસાઈલ પણ છે, જે સમુદ્ર તેમજ જમીન પરથી દુશ્મનની હવામાં ઉડતી ચીજોને નિશાન બનાવી શકે છે.
3. શોર્ટ રેન્જ ઇન્ટરસેપ્શન – ત્રીજું લેયર
આ લેયરમાં ખાસ કરીને ટૂંકા અંતરના હુમલાઓ સામે સુરક્ષા પૂરી પાડે છે. તેમાં ‘આકાશ’ મિસાઈલ સિસ્ટમ, ઇઝરાયલની ‘સ્પાઈડર’ સિસ્ટમ અને ક્વીક રિએક્શન સરફેસ ટૂ એર મિસાઈલ (QRSAM) જેવી મિસાઈલોનો સમાવેશ થાય છે.
4. પોઇન્ટ રેન્જ ડિફેન્સ – ચોથું લેયર
આ લેયર સૌથી અંતિમ છે અને લક્ષ્યના એકદમ નજીકના હુમલાને રોકે છે. તેમાં SRSAM (શોર્ટ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ), L-70 એન્ટિ એરક્રાફ્ટ ગન અને મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ (MANPADS) નો સમાવેશ થાય છે.
આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા માત્ર ટેકનોલોજી પર આધાર રાખતી નથી. તેમાં આપણા વાયુસેના અને સુરક્ષાબળોના જાંબાઝો સતત મથામણ કરે છે. તેઓ તત્પર રહે છે કે કોઈ પણ દુશ્મન ભારતના એક ઈંચ વિસ્તારમાં પણ હુમલો ન કરી શકે.
ભારત જંગ નથી ઇચ્છતું, પણ જવાબ આપવાનું નહીં ભૂલે. ઓપરેશન સિંદૂર: માત્ર હુમલો કરવા માટે જ નહીં, પરંતુ હુમલાથી રક્ષણ મેળવવા માટે પણ સજ્જ હતું.
ભારતના સંયમને કમજોરી સમજીને જો દુશ્મન હથિયાર ઉઠાવશે, તો ભારત તેની જ રીતે જવાબ આપે છે. દેશવાસીઓ માટે ગર્વનો વિષય છે કે આજે ભારત પાસે એવી હવાઈ સુરક્ષા છે જે દુનિયાના કેટલાક અગ્રણી દેશોની સરખામણીમાં પણ શ્રેષ્ઠ માની શકાય.
Read Also: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025: ભારતીય સિનેમાની આંતરરાષ્ટ્રીય મંચ પર ભવ્ય રજૂઆત