સેનામાં મહિલા સશક્તિકરણનું સાહસ: ઓપરેશન સિંદૂરની ગૌરવગાથા

-રૂતા સેવક

ભારત હવે આતંકવાદ સામે લાચાર બની ચૂપ બેસી રહેતું રાષ્ટ્ર નથી, પરંતુ શ્રેષ્ઠ અને તાકાતવર જવાબ આપવા માટે સજ્જ રાષ્ટ્ર છે.  તાજેતરમાં થયેલ ઓપરેશન સિંદૂર એ વાતની સાબિતી આપે છે. આ માત્ર લશ્કરી કામગીરી નહોતી, એક ઉદાહરણ હતું આપડી સેનાની શક્તિનું આપડા સ્ત્રી સશક્તિકરણ નું, નવા ભારતનું.

જ્યારે આતંકવાદીઓએ ધર્મના આધારે મહિલાઓના સિંદૂરને નિશાન બનાવ્યું, ત્યારે ભારતે નક્કી કર્યું કે આ દુશ્મનાને માફ નહીં કરવામાં આવે. દેશના સન્માન અને સ્ત્રીના સ્વાભિમાનની રક્ષા માટે શરૂ થયેલું ઓપરેશન સિંદૂર મહિલાઓના નેતૃત્વમાં ચાલેલી અત્યંત સફળ કાર્યવાહી હતી.

આ ઓપરેશનમાં કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ જેવી બહાદુર મહિલાઓએ આગળ રહીને સેનાને સફળતા અપાવી. આજના ભારતની સેનામાં મહિલાઓ માત્ર સહાયક ભૂમિકામાં નથી, પરંતુ આંખો મોરચો સંભાળી રહી છે. તેઓ હવે રાજકીય-સામાજિક ઢાંચામાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે.

સશક્તિકરણ

ઓપરેશન સિંદૂર એ એક મજબૂત સંદેશો છે કે ભારતની નારી હવે મૌન નથી. તે દુશ્મનને જડબાતોડ જવાબ આપવા અને દેશ માટે કુરબાની આપવા પણ તૈયાર છે.

આવી કામગીરીઓથી માત્ર રાષ્ટ્રની રક્ષા જ નહીં , પણ મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં પણ નવો માઈલસ્ટોન સ્થાપાય છે. ભારત માટે આવી નારીઓ ગૌરવ છે, શ્રદ્ધા છે અને શક્તિ છે.

ઓપરેશન સિંદૂરના અનુસંધાનમાં પુરુષો સ્ત્રીઓને હવે દયાની પાત્ર તરીકે નહિ, પણ સાહસ, શક્તિ અને નેતૃત્વની પ્રતિક રૂપે જોવા લાગ્યા છે. મહિલાઓનું સશક્તિકરણ હવે માત્ર સંકલ્પ નથી, પણ સાચી ક્રિયા બની છે. પુરુષો મહિલાઓની ક્ષમતા અને યોગદાનને આદરભાવથી વિચારે છે.

Read Also: ધ આર્ટ વિન્ડો ફાઉન્ડેશન અને અમસ્તી વાતોએ સાથે મળીને શનિવાર સાંજને બેઠક-કાવ્યગોષ્ઠી દ્વારા શણગારી

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *