-રૂતા સેવક
પર્યાવરણની ચિંતા અને વિવિધ ભાષાઓની ફિલ્મો સાથે ભારતીય ફિલ્મોનું વૈશ્વિક મંચ પર ગૌરવભેર આગમન. દક્ષિણ ફ્રાંસના કાન્સ શહેરમાં યોજાયેલું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ફરી એકવાર વિશ્વભરના શ્રેષ્ઠ ફિલ્મકારો માટે ક્રિએટિવિટીનું ભવ્ય મંચ બની રહ્યું. આ ફેસ્ટિવલ માત્ર લાલ કાર્પેટના ગ્લેમર પૂરતું નહીં, પણ સમાજના ગંભીર મુદ્દાઓને સ્પર્શતી ફિલ્મોનું આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં પ્રતિનિધિત્વ કરે છે.
ભારતીય સિનેમાએ આ વર્ષે નોંધપાત્ર હાજરી આપી છે. નિરજ ઘાયવાનની “Homebound” ફિલ્મ “Un Certain Regard” વિભાગમાં રજૂ થઇ, જેને 9 મિનિટ લાંબુ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અને માર્ટિન સ્કોર્સેસીનું સમર્થન પણ પ્રાપ્ત થયું. અનુપમ ખેર દિગ્દર્શિત ફિલ્મ “Tanvi The Great” નું ભવ્ય પ્રીમિયર 17 મેના રોજ થયું.

સત્યજિત રેની 1970ની કાલજઈ કૃતિ “અરણ્યેર દિન રાત્રિ” ને 4K રેસ્ટોરેશન સાથે “Cannes Classics”માં રજૂ કરાઈ, જ્યારે “Omlo” જેવી રાજસ્થાની ભાષાની પહેલી ફિલ્મ કાન્સ ફિલ્મ માર્કેટમાં પહોંચી. ચિરંજીવીની “વિશ્વંભર” પણ પેન-ઇન્ડિયા ફિલ્મ તરીકે કાન્સમાં રજૂ થઈ, જે દક્ષિણ ભારતીય સિનેમાની સમૃદ્ધિ દર્શાવે છે.

2025ના ફેસ્ટિવલમાં પર્યાવરણ અને ટકાઉપણાને આધારે ઘણી ફિલ્મોએ લોકોના ધ્યાન ખેંચ્યાં. આ ફેસ્ટિવલ માત્ર મનોરંજનનું નહીં પણ સામાજિક જાગૃતિનું શક્તિશાળી માધ્યમ બની રહ્યો છે.
આ રીતે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025એ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે સર્જનાત્મક દ્રષ્ટિ અને વિવિધતાભર્યું પ્રતિનિધિત્વ ઉજાગર કર્યું છે.
Read Also: સેનામાં મહિલા સશક્તિકરણનું સાહસ: ઓપરેશન સિંદૂરની ગૌરવગાથા