ગામડાં સુધી પહોંચી ડિજિટલ ક્રાંતિ: પોસ્ટમેન હવે માત્ર ચીઠ્ઠી નહીં, બદલાવ પણ લાવે છે

‘પોસ્ટલ વોરિયર’ અભિયાનથી ઉત્તર ગુજરાતમાં પોસ્ટ ઓફિસ બની રહી છે ડિજિટલ સેવા કેન્દ્ર
અમદાવાદ, ગુજરાત
અમદાવાદ નજીકના એક નાના ગામમાં રહેતા રમેશભાઈ માટે પોસ્ટ ઓફિસનો અર્થ ક્યારેક માત્ર ચીઠ્ઠી અને મનીઓર્ડર સુધી સીમિત હતો. પરંતુ હવે આ જ પોસ્ટ ઓફિસ તેમના માટે બેંક, ઇન્શ્યોરન્સ અને ડિજિટલ સેવા કેન્દ્ર બની ગઈ છે. આ પરિવર્તન પાછળ ઇન્ડિયા પોસ્ટનું ‘પોસ્ટલ વોરિયર અભિયાન’ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે, જે ઉત્તર ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિનું નવું પ્રતિક બની રહ્યું છે.

Pib

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શરૂ કરાયેલ આ અભિયાન હવે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના જીવનમાં વાસ્તવિક ફેરફાર લાવી રહ્યું છે. હવે ગામડાંમાં લોકો પોસ્ટ ઓફિસ મારફતે બચત ખાતા ખોલી રહ્યા છે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે અને જીવન વીમા જેવી સેવાઓ સરળતાથી મેળવી રહ્યા છે.

આ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતની કુલ 1905 બ્રાન્ચ પોસ્ટ ઓફિસોને ‘સિલ્વર પોસ્ટલ વોરિયર’ તરીકે માન્યતા આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને પાટણ ડિવિઝન ‘ગોલ્ડ વોરિયર’ તરીકે આગળ આવ્યા છે. આ માત્ર આંકડા નથી, પરંતુ ગામડાંમાં વધતા વિશ્વાસ અને ડિજિટલ જોડાણની સાક્ષી છે.

આ પહેલના પરિણામે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, પોસ્ટ ઓફિસ બચત ખાતા, IPPB સેવાઓ અને સ્પીડ પોસ્ટમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આજે પોસ્ટમેન માત્ર સંદેશો પહોંચાડતો નથી, પરંતુ તે ડિજિટલ ભારતનો દૂત બની ગયો છે. ‘ડાક સેવા, જન સેવા’ હવે માત્ર સૂત્ર નથી, પરંતુ લોકોના જીવનમાં પરિવર્તન લાવતી હકીકત બની રહી છે.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *